Testimonials

Stayed recently at Nisargopachar Kendra ? Tell the world about your experience !

પક્ષીઓના કલરવથી ગુંજતુ, જાતજાતના વૃક્ષો, છોડવાઓ અને વેલાઓથી આંખને ઠારતું અને મનને ભાવતું એવું ચિત્તાકર્ષક આ નિસર્ગોપચાર કેન્દ્ર અહીં આવ્યા પછી જવાની આજ્ઞા નથી આપતું. અહીંના ડોકટરો અને અહીંના સઘળા કાર્યકરોનો વ્યવહાર બહારની અને આજની આત્યાધુનિક દુનિયા વ્યવહારથી “હટકે” છે કે કોઇની પાસેથી સાંભળતા માની શકાય એવો નથી. અનુભવ જ કરવો પડે. સાચા અર્થમાં આ આશ્રમ જ છે જેમાં શંકાને કોઇ સ્થાન નથી એવું મારું દ્રઢ્પણે માનવું છે.

સૌની નિષ્ઠા, ચીવટ, પ્રેમ અને નમ્રતા હ્રદયને સ્પર્શી જાય છે. બધાં કાર્યકરો પ્રેમાળ, કાર્યક્ષમ અને કાર્યદક્ષ છે. બધાં દાક્તરો પ્રેમથી અને શાંતિથી સાધકોને સંભાળે છે. અને બહું જ મહત્વની જીવન બદલી શકવાની ક્ષમતાવાળી પણ એકદમ સરળ વાતો સંભળાવે છે જે અમૂલ્ય છે. આ આશ્રમ, આ કેન્દ્ર, આ સંસ્થાને પ્રભુ સતત એના આશીર્વાદથી ભીંજવતુ રહે.

ઉદિત શાહ, કેનેડા
3/4/2014

મારી કમર, ખભો અને ઘુંટણ પેઇન માટે વિનોબા આશ્રમમાં ૨૫ દિવસ માટે આવી છું. અહીંનો સ્ટાફ યોગા ટીચર, કિચન, ઉપચાર ગૃહ, Cleaning crew કે તે સિવાયના બધાનો જ વ્યવહાર ખુબ જ મળતાવડો છે. Facility neat & Clean છે. Yoga instructor થકી ખૂબ જ શીખવા મળ્યું. જીંદગીમાં પહેલી વાર યોગા શીખી કે જેથી મનની શાંતિ અનુભવાય. એકે-એક લેકચરથી life long learning મળ્યું. ડાયાબિટિસ, સ્ટ્રેસ, આહારવિહાર અને વિચાર, Diet, Tips for healthy living, Management  of obesity, આહાર, આરામ, Fasting & Toxin, આરોગ્ય પર કામ કરનારા પરિબળો જેવા જુદા જુદા Topics પરથી ઘણું જ સમજાયું. હવે પછી આ બધી ભૂલો સુધારીને બાકી ની જીંદગી Healthy કેવી રીતે જીવવી તે ફકત  મારા માટે જ નહીં પણ મારા પરિવાર, friends and Indian community ને ખૂબ જ helpful થશે. હું આશ્રમના દરેક ડૉકટર, ફીઝીયોથેરાપીસ્ટ અને દરેક સ્ટાફની ખૂબ જ આભારી છું. ફરીથી આવવાની તક મળશે તો જરૂરથી આવીશ અને બીજાને recommend કરીશ.

ઈલા ગાંધી (મિશીગન, USA)
26/3/2014

The best thing I like about Vinoba Ashram is the dedication with which everybody does their job, the humanity, honesty and commitment of all the Doctor/ Staff. I really enjoyed my stay here and would definitely like to come back again and pass the information around about this wonderful naturopathy center which people in Mumbai are not aware of.

My sincere thanks once again. Warm Regards.

Jacienta D’souza, Mumbai
15/3/2014

After staying for 10 days all we can say is we got new life as I particularly was suffering from frequent cough, cold, obesity, partial hearing loss (Bombay expert doctor told me I had irreversible hearing loss and will have to accept wearing hearing aids)

During those 10 days I followed whatever I was told. I felt much better in cough and cold and my hearing showed improvement. I lost 5kg in 10 days. I was very well guided by the doctors for my do’s and don’ts  when I am back in my routine life. I followed it in Bombay although not 100% but whenever, if I did something wrong on by diet etc. I corrected the same by upwas (fasting), fruit day etc. now its 6 months and I am down by 10 kg’s and maintaining it despite of my travelling, unscheduled food etc. problem.

From my own experience I had sent my 19 years old son with my wife followed by my aunt and uncle . My son was suffering from Asthama problem and !!! Miracle happened !!! He is so well and back in life that he follows most of all you had told him.

Apart from all above physical and emotional benefits we got a new family, we call it as ‘Gotri family’. We all have decided that will spend every year 10 days together at your Ashram.

No words can describe the outstanding work of the doctors, They are not only good at their work but excellent human beings.

With lots of thanks and regards,

Apoorva L Sanghvi & Family, Mumbai
8/3/2014

આ આશ્રમનું વાતાવરણ પવિત્ર અને સદ્ભાવનાના સૂરોથી ભરેલું છે. એ જ સદ્ભાવનાનું દર્શન તેનાં કર્મચારીમાં પ્રકાશિત થઈ રહેલું છે. સહ્રદયતા, સમતા અને નિરાભિમાનથી દરેક કાર્યમાં પ્રવૃત્ત થઈને રહેવું અને તેની આભા આવનાર દરેક પર પ્રતિબિંબિત થયા જ કરે છે.

સવારના રાઉન્ડમાં આવતા ડૉક્ટરની સાથે સહજતાથી વાત કરી શકાય તેવી જ તેઓની રીતભાત એક આદર્શ અને સન્માનને પાત્ર ઠરે છે. રૂમની ચોખ્ખાઈ, રસોડાની રસોઈ, દરેક ટ્રીટમેન્ટ આપવાની પધ્ધતિમાં પૂર્ણ સજગતા તથા આત્મિયતાના દર્શન થાય છે.

મારા આ ૧૦ દિવસનાં અનુભવ દરમ્યાન આવનાર દર્દીઓ સાથે વાતો કરતા એ જાણવા મળ્યું કે ઘણાં લોકો જીવન જીવવાની પધ્ધતિથી અજાણ છે. સામાન્ય જ્ઞાનનો પણ આ યુગમાં અભાવ જોવા મળે છે. આવા લોકોને આ નિસર્ગોપચાર આશ્રમ જીવન જીવવાની પધ્ધત્તિનુ પૂર્ણ જ્ઞાન આપે છે. એ જ આ યુગનો માનવ ધર્મ છે. અને અહિંયા બેઠેલા નાનાથી મોટા દરેક કર્મચારી લોકોને ઈશ્વરકૃપાના દર્શન થયેલ છે. તેઓ સૌ અભિનંદનને પાત્ર છે. હું આ વાતાવરણથી અભિભૂત છું કારણકે આ યુગમાં ભારતીય સંસ્કૃતિને જાગૃત રાખવી આસાન નથી, જે આપ સૌ કરો છો. પ્રભુના આશિષ આપ સૌ પર હો એવી પ્રાર્થના સાથે.

ડો. ઈન્દુ યુ. મિસ્ત્રી, જામનગર
6/2/2014

આશ્રમમાં દરેક ડૉકટર્સ, જે કોઈ આશ્રમમાં આવતા ભાઈઓ તથા બહેનો, જે તકલીફ દૂર કરવા આવ્યા છે તે, તમારા સર્વેના એક આગવા સંપર્કથી અડધી તકલીફો દૂર કરી દો છો. તેની સાથે આ આશ્રમની દિનચર્યા ને ગોઠવણ આશ્રમનું વાતાવરણ તેમજ આહાર અને ત્યારબાદ પ્રાર્થના સાથે સાથે પ્રવચન (સ્વાસ્થને લગતા)થી દરેક વ્યક્તિ અહીંથી ઘણું બધું લઈ ને જાય છે.

આશ્રમ જીવન જીવવાની કડી દરેકને આપે છે. આશ્રમમાં દરેક ક્ષેત્રમાં સેવા આપતા સ્ટાફનો હું હ્રદયપુર્વક આભાર માનું છું. આપ સૌના સંભારણા લઈને આજે અહીંથી વિદાય લઉં છું.

શૈલેષ પી. પરીખ, વડોદરા
17/12/2013

मुझे यहा आ कर बहुत सिखने को मीला । जब पहेले से बहुत ज्यादा Health Conscious हो गया हुं। केन्द्र की पूरी व्यवस्था बहुत ही organized, efficient और systematic है । केन्द्र मे वक्त का पूरा पूरा खयाल रखा जाता है । हर एक दर्दी का पर्सनल ध्यान रखा जाता है । यहा के सभी कर्मचारी मदतकारी है और दोस्ताना है । योगा Session से मुझे बहुत सिखने को मिला । “Obesity, Diet, Healthy LifeStyle और Toxins and stress” - दोपहर के लेकचर सभी बहुत अच्छे थे ।

मनीष धर्माधीकारी, बेंग्लोर
21/8/2013

“પહેલું સુખ તે જાતે નર્યા !” આ કહેવત જીવનમાં ઘણી વખત સાંભળેલ છે. પણ એનુ Practical knowledge વિનોબા આશ્રમે આપ્યું જીવનમાં કસરત વ્યાયામનું મહ્ત્વ… શુ ખાવું? ક્યારે ખાવું? કેટલું ખાવું? શું ન ખાવું?... જીવનમાં આરામનુ મહત્વ… કુદરતની આપણા ઉપરની કૃપા … કુદરતનું મહત્વ ... આવી ઘણી બધી નાનકડી પણ ખૂબ જ ઉપયોગી જાણકારી અહીં રહેવા દરમ્યાન મળી. મેં અહી લગભગ દરેક પ્રવચન સાંભળ્યા છે. વારંવાર સાંભળવાથી પણ અમારૂં જ્ઞાન પાકું થવા લાગ્યું અને સાંભળવામાં પણ મજા આવી, જાણકારી વધી તથા પાકી થઈ.

અહીંનો સ્ટાફ ખૂબ જ મહેનતપૂર્વક, નિષ્ઠાપૂર્વક હસતાં હસતાં કામ કરે છે, જે જોઇને અત્યંત આશ્ચર્ય થયું અને ખૂબ જ આનંદ પણ થયો. લગભગ એક મહીનાના અહીંના વસવાટ પછી અહીંથી જવાનું મન થતું નથી અને આ આશ્રમ જ ઘર હોય તેવુ લાગે છે…. પણ છેલ્લે મનને એવી રીતે સમજાયું કે ઘરને અહીયાં જેવો આશ્રમ બનાવીને રહેવું જોઇએ.

મારી પત્નીને Psoriasis ની ખૂબ જ તકલીફ. દવા વગર રોગ મટાડતો દેખાડીને મને નિર્સગોપચાર પધ્ધતિ પર ખૂબ જ વિશ્વાસ આવેલ છે. મારા જીવનના ૪૩ વર્ષ દરમ્યાનનો અહીંનો એકાદ મહીનો જીવનનો સર્વ શ્રેષ્ઠ સમય હતો. આ આશ્રમની વ્યવસ્થા, ડૉક્ટર, ઓફિસ સ્ટાફ, ઉપચાર સ્ટાફ, રસોઈ સ્ટાફ, લાઇબ્રેરીયન દરેક અતિઉત્તમ છે. દરેક વ્યક્તિમાં એક ઉચ્ચ કોટીનો મનુષ્યજીવ જોવા મળ્યો.

રાજેશ વી. શાહ, ચેન્નાઈ
1/8/2013

I had come for my weight loss and to get well with PCOD. I am satisfied with the treatment given to me. The whole rehabilitation process that was given to me was really appropriate to my expectations. After coming to this place I am motivated to get my friends and family here for body detoxification. I wish to come back again when possible.

Thank you to each and every person involved in getting me better. Cheers to the center.

Avani Vora, Mumbai
15/6/2013

હું ચંદ્રકાંન્ત નાથાભાઈ પટેલ. ૧૯૮૮ થી ૮૯ માં મને પેટની બિમારી થઈ. મારૂં ખાવાનુ બંધ થઈ ગયુ હતું. ભૂખ લાગતી ન હોતી. જરાપણ ખાઉં તો ત્રણ-ચાર દિવસ સુધી ભૂખ લાગે નહિ. એલોપેથીની ખૂબ દવા કરી. ૧૯૮૮-૮૯ માં લગભગ ૩૦ થી ૪૦ હજાર રૂપિયા ખર્ચ કયો. અમદાવાદ અને વડોદરા અલગ અલગ ડૉકટરની દવા કરી પરંતુ કાઇ ફરક ના પડ્યો. બધા જ રીપોર્ટ નોર્મલ આવતા મારૂં વજન ૬૦ કિલોથી ઓછું થઈ ૪૦ કિલો પર આવી ગયું. ગોળીઓની ગરમીથી માથાના વાળ પણ ઉતરી ગયા ત્યારે મને ગોત્રીમાં મારા માસીના દિકરીને પહેલા દાખલ કરેલા અને કાચા શાકભાજી ખાતા’તા તે મને યાદ આવ્યું અને હું અચાનક જ ગોત્રી નિસર્ગ ઉપચાર કેન્દ્રમાં આવી ગયો અને મને ચમત્કાર થયો. મને ભૂખ લાગવા લાગી ૧૯૯૦માં દાખલ થયો હતો. ૩૦ દિવસ રહયો. માટી પટ્ટી, માટી લેપ, સૂર્ય સ્નાન, માલીશ, સ્ટીમબાથ, કટિસ્નાન. અને મને નવજીવન પ્રાપ્ત થયું. ૧૯૯૦ પછી આ મારી બોનસ જીંદગી છે.

૧૯૯૮ માં મને પેટમાં દુ:ખવો થયો ત્યારે ખબર પડી કે એપેન્ડીક્ષ છે. છતાં પણ હુ અહીં ગોત્રીમાં આવી ગયો. પાણીનો એક ઉપવાસ અને ફ્ળાહારથી દુ:ખાવો જતો રહ્યો. આજ દિવસ સુધી પેટમાં દર્દ થયું નથી. નિસર્ગ ઉપચાર કેન્દ્રના બધા ભાઇઓ, બહેનો અને ડૉકટર સાહેબો બધાનો મિલન-સાર સ્વભાવ, હસવાનું. આપણે જાણે કે આપણા ઘરે છીએ. એવું વાતાવરણ કુદરતના ખોળે ખેલતા હોય એવું મજાનું જીવન. ડૉક્ટર ઝીણવટ પૂર્વક તપાસીને નિદાન કરીને બધું સમજાવતા. બધા દર્દીને પોતાના કરીને સેવા કરે છે. તે ધન્યતાને પાત્ર છે.

ચન્દ્રકાંત એન. પટેલ, વડોદરા
30/5/2013

I have been to several naturopathy centers but this is the best and the most economical centers I have visited in Gujarat, Haryana & Rajasthan. The natural surrounding & entirely clean atmosphere compound with very caring & friendly staff makes it the perfect place for any kind of naturopathic treatment.

The well trained staff and doctors have a very caring attitude makes this place a very efficient institute and a home away from home. One feels like staying inside the family and that is why I come here every 6 months.

Jagdish Chander (Associate Professor, Political science Hindu college), Delhi
11/5/2013

આશ્રમમાં દાખલ થઈ સારવાર લેવાનું નક્કી કર્યુ, કેમકે બીજી પથીમાં એલોપથી/આર્યુવેદમાં આ રોગમાં અપાતી દવાની આડઅસર કિડની તથા શરીરના અગત્યના અવયવો પર પડતી હોઇ, નિસર્ગ ઉપચાર કરવાનું નક્કી કર્યુ. ૧૦ દિવસની સારવારમાં મને ઘુંટણનાં દુ:ખાવામાં રાહત છે. તદ્દઊપરાંત એસીડીટી તથા ગેસ જે પહેલાં થતો હતો તે બંધ થઈ ગયો છે. વજન પણ ૧૦ દિવસમાં ૩ કિલો ઘટતા મને અગાઉ કરતાં ઘણું સારું લાગે છે. શરીર હળવુંફૂલ બનતાં સામાન્ય તંદુરસ્તનો આંક પણ ઊંચો ગયો છે. આ પરિણામ મહદ્દઅંશે નીચેના કારણોને આભારી છે :

  1. સારા ડૉકટરો, સારા ઉપચારકો અને જે સારવાર જે રીતે આપવી જોઇએ તે અપાતા આવું પરિણામ આવે તેમાં શંકા નથી.
  2. વિનોબા આશ્રમનું કેમ્પસ લીલી હરિયાળીથી ભરપૂર, સ્વચ્છ અને મન / તનને તંદુરસ્તી આપે તેવું. તેના યશ મોટા ડૉક્ટરોથી માંડી નાના કર્મચારીને જાય છે. તેઓ કેમ્પસ સ્વેચ્છાએ હરરોજ સાફ કરતાં મે જોયા છે. જે મને મારા નાનપણમાં મહાત્મા ગાંધીજી અને વિનોબાજીને પોતાના હાથે આ રીતે સેવા કર્મો કરતા જોયા હતા તે યાદ તાજી કરાવે છે.
  3. દર્દી તરીકે ભોજનની વ્યવસ્થા ઘણી સારી રીતે કરવામાં આવે છે. રસોડાની સ્વચ્છતા તેમાં વપરાતા માલસામાનની સ્વચ્છતા / ચોખ્ખાઇ કાબીલે તારીફ છે. ભોજન બપોરે ૧૨:૦૦ તથા સાંજે ૬:૦૦ ના ટાઇમ અચૂક જાળવવામાં આવે છે. ભોજન, ભોજન સામગ્રી, ભોજન સાથે સંકળાયેલી બહેનોની કામગીરી અતિપ્રશંશનીય છે.
  4. આવું સરસ હોવા છતાં ઇન્ડોર દર્દી તરીકેના રાખેલા ભાવો ઘણાં જ ઓછા અને ગમે તે માણસને પોષાય એવા છે. રહેઠાણ / ભોજન / ઉપચાર એ બધાનો ખર્ચો જોતા બીજા આશ્રમોમાં આ ભાવ બમણાથી ઓછો નહિ હોય એવું મારૂં માનવું છે.
  5. વિનોબાજી સેવાના એક ભેખધારી વ્યક્તિ માટે જાણીતા છે. તે પ્રમાણે અહીંનો સર્વે સ્ટાફ ડૉકટરો ઉપચારકો ભોજનની બહેનો તથા અન્ય દર્દીને સેવા આપવા અવિરત તૈયાર હોય છે.
એન. ડી. મોદી, વડોદરા
5/5/2013

Its been very special and enriching experience for me, as I have come here for the first time. I stayed here for 10 days and these 10 days have been very enlightening and eye-opening for me. I am going back home healthy & wise. Everybody has been lovely and the staff has been very co-operative and nice. The peace and the atmosphere of this ashram is also very soul nourishing. My best regards to all and good luck for the future. Lots of love & regards.

Sarita Nambiar, Vadodara
22/4/2013

મારી ઉંમર ૭૦ વર્ષ છે. હાઇ બી.પી. અને ઢીંચણનો દુ:ખાવો મુખ્ય સમસ્યા હતી. બી.પી. હવે ઘટી ગયું છે અને જે ૫ મીનીટ ચાલતાં તકલીફ હતી તે સામે હવે ૩૦ મીનીટ વગર તકલીફે ચાલી શકું છું, જેનો શ્રેય કસરતખંડની ટ્રીટમેન્ટ, ખોરાક અને યોગ કસરત. કસરત ખંડની બેનોનો હું ખાસ આભારી છું, જેમણે મને પ્રેમ અને લાગણીથી સારવાર આપી.

કેન્દ્રની સ્વચ્છતા અને રૂમની સફાઇ ઉત્તમ છે. માલીસ અને વરાળ શેક બહુ સારી રીતે અને પ્રેમથી કરવામાં આવ્યો છે. ખોરાક પણ મને ભાવે અને શરીરને અનુકુળ છે. અહીના પ્રેમ, લાગણી અને પર્સનલ ટચ મને બહુ સ્પર્શી ગયા.

પ્રવીણચંદ્ર ઓચ્છવલાલ શેઠ, મુંબઈ
18/4/2013

Everything cleanliness, management therapy, yoga and all other activities were up to the mark. All the staff, the doctors and all other members of kitchen, treatment section or house keeping people are very co-operative, always eager to serve. Even office staff is also extra ordinary calm and cool.

Atmosphere here was soothing. I will appreciate the yoga consultant, He is par excellence. May god bless you all.

Mehboob Chhavniwala, Ahmedabad
13/4/2013

વિનોબા આશ્રમમાં નિસર્ગોપચાર કેન્દ્રમાં સર્વત્ર સેવાની સુંગધ માણી રહ્યો છું. માનવીને અંદરથી બેઠો કરવા માટે આ કેન્દ્ર ઉત્તમ છે. નાનાથી માંડી સર્વોચ્ચ બધા વચ્ચે જે પારિવારીક ભાવના છે તે વંદનપાત્ર છે.

નલિન પંડિત (નિવૃત્ત શિક્ષણ નિયામક), ભાવનગર
26/3/2013

Overall wonderful experience. The atmosphere, environment and everyone’s attitude was excellent. Everyone was very approachable and answered all my queries with patience. Thanks to everyone in the kitchen for providing excellent food with always a smile. The in-charge at the treatment center has a very challenging job which she manages very calmly with maturity. Yoga consultant was very inspiring and has motivated me to practice yoga with the right mind set.

Thank you everyone. I will surely be recommending this place to many people.

Leena Desai, New Delhi
24/3/2013

We were here for about a fortnight and were deeply impressed by the high degree of work culture in this institution. We were very happy and found the treatments as well as doctors and workers fired with a rare sense of duty and social commitment. I wish u all success.

S. S. Pandharipande, Nagpur
9/3/2013

Truly a place that is heaven on earth. We learnt about total life balance in a right way. How to live our life spiritually, physically, emotionally & intellectually and above all how to take care of ourselves. The doctor and staff are amazing and their care and love is lovely.

Mayur Kotecha, London (UK)
5/2/2013

નિસર્ગોપચાર કેન્દ્રની આ મારી ચોથી મુલાકાત છે. અસાધ્ય થઈ ગયેલ મેલેરિયાના સફળ ઉપચાર પછી કુદરતી ઉપચાર પધ્ધતિમાં અતૂટ વિશ્વાસ અને શ્રધ્ધા દ્રઢ થયા. ત્યારબાદની સઘળી મુલાકાત ફકત શરીર-શુધ્ધિના આશ્રયથી લેતો રહ્યો છું. અહીનું સમગ્ર વાતાવરણ, નિદાન તથા સારવાર (ઉપચાર), સ્વચ્છતા અને આત્મિયતા હ્રદયને સ્પર્શી જાય છે.

કમલ કનુભાઇ ભટ્ટ, અમદાવાદ
20/12/2012

અહીં સમય ધીરો ચાલે છે કે ઇલાજ વહેલો ચાલે છે,
કારણ કંઈપણ હોય, અહીં ઘા જલદી રૂઝાઇ જાય છે.

અમીત બી. ધાબલીયા, મુંબઈ
7/12/2012

કુદરતી ઉપચાર કેન્દ્રની આ મારી બીજી મુલાકાત છે. ગયા વર્ષનો અનુભવ એટલો સુંદર અને અસરદાર હતો કે મેં દર વર્ષે ઇશ્વરે આપેલ આ દેહરૂપી ગાડીને દસ દિવસ માટે તમારા ગેરેજમાં રીપેરીંગ માટે લાવવાનો સંક્લ્પ કર્યો છે.

બધાં જ સ્ટાફના ડોકટર, કર્મચારીનો સાથ બહુ જ સારો રહ્યો. તન સાથે મનની સ્વસ્થતા માટે કાઉન્સેલરની મુલાકાત અસરકારક રહી. ઉપચાર કેન્દ્રનાં બધા બહેનો નો સહયોગ સારો રહ્યો તથા તેઓના ઉપચાર હમેશાં યાદ રહેશે એવો સરસ હતો.

મૈત્રીપૂર્ણ વાતાવરણ તથા પર્સનલ એન્ટેન્શન આ આશ્રમની વિશેષતા છે. મારાં બધા મિત્રોને હું અહી આવવાની ભલામણ કરું છું “યોગ એ જ જીવન” એ સાચી રીતે જીવવાની શક્તિ આપે છે તે વાત અહીં સારી રીતે સમજાવવામાં આવે છે.

ઉર્વશી પી. પુરોહીત, પુના
29/9/2012

ધન્ય છે અહીંના દરેક વ્યક્તિની મહેનત, સતત સ્વચ્છતા માટેનો આગ્રહ અને દરેક વસ્તુ સમયસર અને નિયમીત કરવાની વૃતિ. ઈશ્વરને પ્રાર્થના છે કે આ આશ્રમ અને તેની પ્રવૃતિઓ ખૂબ જ ફૂલે ફાલે અને દેશના દરેક ખૂણામાં આ કુદરતી ઉપચાર કેન્દ્રની માહિતીનો ફેલાવો થાય. વધુમાં વધુ લોકોને તેનો લાભ લે.

જાસ્મીન પ્રેમલ શાહ, મુંબઈ
29/9/2012

અહીં નુ વાતાવરણ ઘણુ જ ખુશનુમા છે. બોમ્બે જેવા મોટા સીટી અને ક્રાઉડેડ એરીયામાંથી આવ્યા પછી અહીની શાંતિ ઘણી જ આલ્હાદક લાગી જરા પણ અવાજ પોલ્યુશન નહિ અને પંખીઓના કલરવ વચ્ચે સાચેજ દસ દિવસ રહેવાની મજા આવી.

કુદરતી વાતાવરણ દિલને ખુશ કરી ગયું. આ દિવસો દરમ્યાન સંસ્થા તરફથી દરેક કર્મચારી તરફથી જે સૌજન્યપૂર્ણ વ્યવહાર થયોને જોઇને ખરેખર ઘણું ગમ્યું. તેઓએ નિષ્ઠા રાખીને ઘણું સારૂ કાર્ય કર્યું. અહીંના અનુભવ ઉપરથી હું મુંબઈ જઈને સજેસ્ટ કરી શકું કે તમારે આ સંસ્થાની એકવાર તો મુલાકાત લેવી જ જોઇએ અને પછી તો તેઓ જાતે જ નક્કી કરી શકે.

સુધા પી. શાહ, મુંબઈ
28/9/2012

I have been here since the last 10 days on the recommendation of my sister-in-law. I came here with no expectation or opinion.

I have been treated for hypertension & arthritis, of which I have been suffering since the last 25 years. I must say, I am amazed at the kind of services provided by the very qualified and humane doctors and the staff; be in the kitchen, the treatment center, the gym or the cleaners.

I must report that my blood pressure is 116/80 and I am ecstatic. This is the first time in my life since the last 25 years. There is absolutely no pain in any of my joints any more. If time was not a constraint, I would have certainly stayed on for a longer time and gained more benefit.

I wish everyone at VINOBA BHAVE ASHRAM all the very best and leave with deep gratitude for the love, advice and attention I received.

Thanks you all, God Bless you !

Maya Shetye, Mumbai
18/8/2011

I am a psoriasis patient suffering from the disease since last 20 years. I also have the problem of sleeplessness, stress, general debility and constipation. I had tried allopathic, homeopathic as well as ayurvedic treatment in the past. At present, the disease has been controlled by ayurvedic treatment. My purpose of the visit has been to get rid of remaining 20% of the disease. Besides this other purpose was to find out the holistic concept of naturopathy and the process of healing through this system.

Suffering from psoriasis for years, I have the realization that the disease is such that one cannot expect wonder within 10 days. Nevertheless, what I felt at the center that many gaps in my understanding has been filled up.

I have been totally engaged at the center and I do feel that I have utilized my time in most optimum way. The routine at center is such that it keeps a person engaged throughout day meaningfully and therefore the patient has no time to think whether he is on fasting or fruit, without any cereals for days. The doctors, treatment personnel, office staff, kitchen staff are courteous, co-operative and humble.

Pramodkumar Verma, Bihar
16/8/2011

To read additional testimonials, click on the page numbers above.

Comments are closed