Nisargopachar Kendra (निसर्गोपचार केन्द्र)

Vinoba Ashram, Gotri, Vadodara 390021 INDIA
Ph: +91-265-2371880 | 94261-87847

Welcome to Nisargopachar Kendra

Nisargopachar Kendra (Nature Cure Centre), Vinoba Ashram, Gotri, is located in the western part of Vadodara, the cultural city of Gujarat. The Centre is spread across three acres of land, amidst lush green foliage, adorned by aromatic plants and herbs and the pleasant call of a multitude of birds. The serene surroundings and the pure air and water in the Ashram make it especially conducive for the kind of treatment it offers for regaining health.

The Centre is run with the mission to provide nature cure and alternate therapies with scientific and holistic approach and to develop awareness towards healthy life style in the society. We believe that physical, psychological and even spiritual elements can all contribute to positive health and disease treatment, and hence our holistic treatment program includes various treatments including diet, stress management techniques, counseling and yoga.

The Centre has treated thousands of health-seekers from all over the country and abroad and has contributed significantly in promoting a healthy life-style. Centre also conducts regular training programs and periodic workshops to increase awareness about Holistic and Healthy Lifestyle and Naturopathy, so that people can make healthier choices in the future.

નિસર્ગોપચાર કેન્દ્રમાં આપનું સ્વાગત છે

વિનોબા આશ્રમ, ગોત્રી ખાતે ચાલતું નિસર્ગોપચાર કેન્દ્ર એક સાધનસજ્જ પ્રાકૃતિક ચિકિત્સાકેન્દ્ર છે. એમાં રહેવાસી તથા બિનરહેવાસી સ્વાસ્થ્ય-સાધકો માટે વિવિધ પ્રકારની ચિકિત્સા ઉપલબ્ધ છે.

હેતુ
નિસર્ગોપચાર આધારિત ઉપચાર પદ્ધતિ દ્વારા દર્દીઓની વૈજ્ઞાનિક ધોરણે સારવાર થાય તે હેતુથી સન ૧૯૭૮માં વડોદરા જિલ્લા સર્વોદય મંડળ દ્વારા આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રની પ્રવૃતિઓ મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના વિચારોની પ્રેરણાથી ચાલે છે અને તેનો હેતુ કેવળ સમાજસેવાનો છે. કેન્દ્રમાં સારવાર ઉપરાંત સ્વસ્થ જીવનશૈલીના પ્રચાર-પ્રસાર માટે નિયમિત તાલીમી કાર્યક્રમો, સેમિનાર તથા વાર્તાલાપો યોજાતા રહે છે. કેન્દ્ર દ્વારા ચલાવાતો આરોગ્ય ઉપર અસર કરનારા વિવિધ પરિબળોને આવરી લેતો સર્વાંગીણ સ્વાસ્થ્યનો ૨૫૦ કલાકનો અભ્યાસક્રમ ઘણો લોકપ્રિય છે.

સ્થાન વિશે
સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં, લીલીછમ હરિયાળી વચ્ચે ત્રણ એકરમાં પથરાયેલાં શાંત, પ્રાકૃતિક વાતાવરણમાં આ કેન્દ્ર આવેલું છે. વડોદરા શહેર ભારતનાં મોટાં શહેરો સાથે રેલ્વે, રસ્તા અને હવાઈ માર્ગે જોડાયેલું છે. હાલમાં કેન્દ્રમાં કુલ ૪૦ સ્વાસ્થ્ય સાધકોને દાખલ કરવાની સગવડ છે.

સુવિધાઓ
ડીલક્ષ, સેમી-ડીલક્ષ, સ્પેશિયલ અને જનરલ એમ ચાર પ્રકારની અલગ નિવાસની સુવિધાઓ છે. કેન્દ્રમાં ભાઈઓ તથા બહેનો માટે અલગ ઉપચારગૃહની સગવડ છે. કેન્દ્રમાં એક સાધનસજ્જ કસરતખંડ તથા યોગ અને પ્રાર્થનાખંડ છે. કેન્દ્રના સંપૂર્ણ શાકાહારી રસોડામાંથી કેન્દ્રમાં સારવાર લેતા સાધકોને તથા તેમની સાથે રહેનારાઓને જરૂરિયાત પ્રમાણે આહાર મળી રહે છે. કેમ્પસની જમીનના એક ભાગમાં સજીવ ખેતી દ્વારા ઉગાડાયેલા શાકભાજી તથા ફળોનો ઉપયોગ કેન્દ્રના રસોડામાં થાય છે. કેમ્પસમાં એક સુંદર બાગ, ઔષધવાડી તથા બાળકો માટે ક્રીડાંગણ છે. ચાલવા માટે વોકિંગ ટ્રેક પણ છે.

ચિકિત્સકો
એક પૂર્ણકાલીન મેડિકલ ડોક્ટર કમ-પ્રાકૃતિક ચિકિત્સક તથા અન્ય નેચરોપથી ડોક્ટર કેમ્પસમાં જ રહે છે. ઉચ્ચ લાયકાત ધરાવતા ચિકિત્સકોની દેખરેખ હેઠળ તાલીમ પામેલા ઉપચારકો દ્વારા સારવાર આપવામાં આવે છે. ઉપચાર, સારવાર, રસોઈઘર કે વહીવટી વ્યવસ્થામાં સેવા આપતા કાર્યકરો એમના મૈત્રીપૂર્ણ વ્યવહાર માટે જાણીતા છે.

કયા દર્દો માટે સારવાર
ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા, વા તથા અન્ય પ્રકારના દુખાવા, દમ, લકવા, કંપવા, તણાવ, હતાશા, મેદસ્વિતા, ચામડીના દર્દો જેવા કે ખરજવું, સોરાયસિસ, અપચો, કબજિયાત, લાંબા ગાળાની બિમારીઓ, શરીરશુદ્ધિ, રીજુવેનેશન તથા જીવનશૈલી ફેરફાર

ઉપચારની પદ્ધતિ
કુદરતી આહાર અને ઉપવાસ દ્વારા શરીરશુદ્ધિ, યોગાસનો, સૂક્ષ્મ ક્રિયા અને પ્રાણાયામ, યોગનિદ્રા તથા શિથિલીકરણ, કાઉન્સેલીંગ, વાનસ્પતિક (હર્બલ) સારવાર, વરાળસ્નાન, વરાળ શેક, સ્પાઈનલ બાથ, ફુલ ટબ બાથ, કટિસ્નાન, એનિમા, માટીલેપ, માટીપટ્ટી, સૂર્યસ્નાન, ગરમ-ઠંડા શેક, એક્યુપ્રેશર અને રીફ્લેક્સોલોજી, શિરોધારા, રીલેક્સેશન હેલ્થ મસાજ, થેરાપેટીક મસાજ, જીમ્નેશિયમમાં કસરત, પ્રાર્થના અને ધ્યાન

ખાસ નોંધ
પ્રવેશ માટે કેન્દ્રમાં દાખલ થવા માટે અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે.
 

निसर्गोपचार केंद्र में आपका स्वागत है

निसर्गोपचार केंद्र, विनोबा आश्रमएक सुसज्जित प्राकृतिक चिकित्सा संस्थान है जो गोत्री वडोदरा में स्थित है, और समाज में स्वास्थ्य-साधकों हेतु आईपीडी व ओपीडी स्वास्थ्य सेवाएं प्रदान कर रहा है ।

उद्देश्य
प्राकृतिक चिकित्सा आधारित वैज्ञानिक पद्धति से साधकों का इलाज हो सके इस हेतु से सन 1978 में वडोदरा जिला सर्वोदय मंडल द्वारा इस संस्था की स्थापना की गई थी।केंद्र की प्रवृतिओ महात्मा गांधी, विनोबा भावे और जयप्रकाश नारायण के विचारों से प्रेरित हैं और पूरी तरह से समाज सेवा के उद्देश्य से हैं। उपचार के अलावा, केंद्र स्वस्थ जीवन शैली को बढ़ावा देने के लिए नियमित प्रशिक्षण कार्यक्रम, सेमिनार और वार्ता आयोजित करता है। स्वास्थ्य को प्रभावित करने वाले विभिन्न कारकों को समाहीत करते हुए केंद्र द्वारा चलाया जाने वाला 250 घंटे का सर्वांगीण स्वास्थ्य पाठ्यक्रम बहुत लोकप्रिय है।

स्थान के बारे में
यह केंद्र संस्कारी नगरी वडोदरा के पश्चिमी भाग में, शांत व प्राकृतिक वातावरण मे हरियाली के बीच तीन एकड़ में फैला हुआ है। वड़ोदरा शहर भारत के प्रमुख शहरों से रेल, सड़क और हवाई मार्ग से अच्छी तरह जुड़ा हुआ है। वर्तमान में, केंद्र में कुल ४० स्वास्थ्य साधकों को भर्ती करने की सुविधा है।

सुविधाए
चार प्रकार के आवास हैं: डीलक्स, सेमी-डीलक्स, स्पेश्यल रूम और जनरल वॉर्ड। केंद्र में भाइयों और बहनों के लिए अलग-अलग उपचारगृह की सुविधाएं हैं। केंद्र में सुसज्जित जिम, योग और प्रार्थना हॉल हैं। केंद्र की पूरी तरह से शाकाहारी रसोई से, केंद्र में उपचार प्राप्त करने वाले और उनके साथ रहने वाले साधकों को उनकी आवश्यकता अनुसार भोजन मिलता है। परिसर की भूमि के एक हिस्से पर जैविक खेती द्वारा उगाई गई सब्जियों और फलों का उपयोग केंद्र की रसोई में किया जाता है। परिसर में एक सुंदर बगीचा, एक औषधीय बाग और बच्चों के लिए एक खेल का मैदान है। पैदल चलने के लिए वाकिंग ट्रैक भी है।

चिकित्सकों
पूर्णकालिक प्रशिक्षित प्राकृतिक चिकित्सक केंद्र में काम करते है। डॉक्टर भी केंद्र में रहते है। योग्य चिकित्सकों की देखरेख में प्रशिक्षित चिकित्सकों द्वारा उपचार प्रदान किया जाता है। उपचार, रसोई या प्रशासनिक प्रणाली में सेवारत कार्यकर्ता अपने मैत्रीपूर्ण व्यवहार के लिए जाने जाते हैं।

किस बीमारी के लिए उपचार
मधुमेह, उच्च रक्तचाप, हृदय रोग, गठियावात और अन्य प्रकार के दर्द, अस्थमा, लकवा, कंपकंपी, तनाव, अवसाद, मोटापा, त्वचा की बीमारी जैसे एक्जिमा, सोरायसिस, अपच, कब्ज, दीर्घकालिक बीमारीयां, शरीरशुध्धी, कायाकल्प और जीवनशैली मे बदलाव।

उपचार की पध्धति
प्राकृतिक आहार और उपवास द्वारा शरीरशुध्धी, योगासन, सूक्ष्म क्रिया और प्राणायाम, योगनिद्रा और शिथिलीकरण, काउन्सेलींग, हर्बल उपचार, बाष्प स्नान, स्पाइनल बाथ, पूर्ण टब स्नान, कटिस्नान, एनीमा, माटिलेप, मिट्टीपट्टी, सूर्यस्नान, गरम-ठंडा शेक, एक्यूप्रेशर और रिफ्लेक्सोलॉजी, शिरोधारा, रीलेक्सेशनमालिश, थेराप्युटीक मालिश, व्यायामशाला मेव्यायाम, प्रार्थना और ध्यान।

विशेष लेख
केंद्र में प्रवेश करने के लिए अग्रिम बुकिंग आवश्यक है।